Bhole Charniya Aradhana Lyrics in Gujarati ભોલે ચારણીય આરાધના લિરિક્સ ઈન ગુજરાતી

Bhole Charniya Aradhana Lyrics in Gujarati
ભોલે ચારણીય આરાધના લિરિક્સ ઈન ગુજરાતી

ભોલે ચારણીય આરાધના લિરિક્સ ઈન ગુજરાતી

ભભકે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ અધંતર તે નખતે,
ભણકે તળ અંબર બાધાય ભેખર ગાજત જંગર પાંહ ગતે।
ડમરુંય ડરૂંકર બાંહ જટંકર શંકર તે કૈલાસ સરે,
પરમેસર મોજ ધરી પશુપાલણ કામ પ્રજાળણ નાચ કરે ।।१।।

હડર્ડ ખડર્ડ બ્રહ્માંડ હલે ડર્ડ ડડડા કર ડાક બજે,
જળલ દગ જવાલ કરાલ જરે સચર થડર્ડ ગણ સાજ સજે ।
કડકે ધરણી કાર્ડ કડર્ડ હડતું મુખ નાથ ગૂર્જત હરે,
પરમેસર મોજ ધરી પશુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે ।।२।।
  
ધધડે નગ ધોમ ધધાકટ ધિકટ ઘૂંઘટ ઘોર કૃતાળ ધરે ,
દ્રહ દ્વાહ દીદીકટ વિકટ દોકટ ફટ ફરંગટ ફેર ફરે।
ધધડે નગ ધોમ ધધાકટ વિકટ,
હડતાળ મૃદંગ હહુકટ હાકટ ધાકટ ધીકટ નાદ ઘરે।
ધધડે નગ ધોમ ધધાકટ ધિકટ ઘૂંઘટ ઘોર કૃતાળ ધરે,
પરમેસર મોજ ધરી પશુપાલણ કામ પ્રજાળણ નાચ કરે।।३।।

Bhole Charniya Aradhana Lyrics in Gujarati
ભોલે ચારણીય આરાધના લિરિક્સ ઈન ગુજરાતી

શહણાઈ સેંસાટ અપાર છટા ચહુ થાટ નગારાય ચોબ રડે,
કરતાલ થપાટ ઝપાટ કટાકટ ઢોલ ધમાકટ મેર પડે।
ઉમયા સંગ નાટ ગણું સર્વેશ્વર ઈશ્વર થઈ તતાં ઉચરે,
પરમેસર મોજ ધરી પશુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે।।४।।
  
પણ દેવો ની આગળ દૂત...
પણ ભેળા
ભેળા રાખે ભૂત
એ વો તો કૈલાશ વાળો કાગડા।  

નાચંત ની શંકા મૃગમૃગ પંખા ઘમમમ ઘમકા ઘૂઘરું કા
ઢોલું કા ઢમકા હોવદ હમકા
હમ મ મ મ મ મ
ડમ ડીમાગ ડિમ ડિમાગડિમદિમાગ
હે ડમ ડમ ડમકા ડમરું કા।  

રણતુર રણંકા ભેદ ભણકા ગગન ઝણંકા ગહરેશા
જયદેવ સિદ્ધશા હરણ કલેશા મગન હમેશા માહેશા
મગન હમેશા માહેશા.....।

હરિ ઓમ હર હર હર હર હર હર મહાદેવ
શંભુ..ત્રિપુરારી
જટાધર શંકર શંકર શંકર શંકર શંકર શંકર
મહાદેવ.....।

હરિ ઓમ હર હરના જ્યાં નાદ
ત્યાં શીશ ભાણ ઉગે દિન રાત
તુજ વિણ દીપ “પ્રદીપ" ના વાત
શિવ છો કણ કણ
માં હયાત

શિવ ને ભજો દિન ને રાત.....
શિવ ને ભજો દિન ને રાત.....
શિવ ને ભજો દિન ને રાત.....

Bhole Charniya Aradhana Lyrics in Gujarati
ભોલે ચારણીય આરાધના લિરિક્સ ઈન ગુજરાતી

एक टिप्पणी भेजें

1 टिप्पणियाँ